E Shram Card Registration । ઈ શ્રમ કાર્ડ

પ્રિય વાંચકો, આજે આપણે વર્ષ 2022 માં ચાલનારી ગુજરાત સરકારની અને કેન્‍દ્ર સરકારની યોજનાઓની માહિતી મેળવીશું. આ આર્ટિકલ દ્વારા આ વેબસાઈટ પર ઉપલબ્ધ ઘણી બધી યોજનાઓની માહિતી અને તે આર્ટિકલની લિંક રજૂ કરીશું.

શ્રમ અને રોજગાર મંત્રાલય જે ભારત સરકારના સૌથી જૂના અને મહત્વપૂર્ણ મંત્રાલયોમાંનું એક છે, તે કામદારોના હિતનું રક્ષણ અને રક્ષણ કરીને, કલ્યાણને પ્રોત્સાહન આપીને અને સામાજિક સુરક્ષા પ્રદાન કરીને દેશના શ્રમ દળના જીવન અને ગૌરવને સુધારવા માટે સતત કામ કરી રહ્યું છે. સંગઠિત અને અસંગઠિત બંને ક્ષેત્રોમાં શ્રમ દળને વિવિધ શ્રમ કાયદાઓ ઘડવા અને અમલીકરણ દ્વારા, જે કામદારોની સેવા અને રોજગારની શરતો અને નિયમોનું નિયમન કરે છે.

તદનુસાર, શ્રમ અને રોજગાર મંત્રાલયે અસંગઠિત કામદારોનો રાષ્ટ્રીય ડેટાબેઝ (NDUW) બનાવવા માટે eShram પોર્ટલ વિકસાવ્યું છે, જેને આધાર સાથે સીડ કરવામાં આવશે. તેમાં નામ, વ્યવસાય, સરનામું, વ્યવસાયનો પ્રકાર, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યના પ્રકારો વગેરેની વિગતો તેમની રોજગાર ક્ષમતાની મહત્તમ અનુભૂતિ અને તેમને સામાજિક સુરક્ષા યોજનાઓના લાભો સુધી પહોંચાડવા માટે હશે. સ્થળાંતર કામદારો, બાંધકામ કામદારો, ગીગ અને પ્લેટફોર્મ કામદારો વગેરે સહિત અસંગઠિત કામદારોનો તે પ્રથમવાર રાષ્ટ્રીય ડેટાબેઝ છે.

india.gov.in ના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ શ્રમ પોર્ટલ બનાવવામાં આવેલ છે. E Shram Portal દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે. જેને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે. જેનાથી શ્રમિકોના નામ, વ્યવસાય,સરનામુ, શૈક્ષણિક લાયકાત, ધંધાની આવડત અને પરિવારની માહિતી એકત્રીકરણ થશે. જેના દ્વારા રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ આપી શકાશે. e shram card registration કરેલ શ્રમિકોને 12 આંકડાનું UNA Card આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.

ઈ શ્રમ કાર્ડના ફાયદાઓ
ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ કાર્ડ લોન્‍ચ કરવામાં આવેલ છે. જેના નીચે મુજબના ફાયદાઓ અને લાભ છે.
ઈ-શ્રમ કાર્ડ આખા દેશમાં માન્ય રાખવામાં આવશે.
PMSBY યોજનાનું વીમા કવરેજ મળશે.
અકસ્માતથી થતું મૃત્યુના કિસ્સાઓમાં 2 લાખ રૂપિયાની સહાય અથવા સ્થાયરૂપથી વિકલાંગ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
સરકારની સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ ઈ-શ્રમ કાર્ડના યુનિક નંબરના આધારે કરવામાં આવશે.
કોરોના કે અન્ય મહામારીના સમય દરમિયાન કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડના ધારકોને પ્રથમ આપવામાં આવશે.
પોર્ટલનું નામE Shram Portal
કોને બનાવેલ છે.ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
લાભાર્થીઓદેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
ઉદ્દેશ્યશ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો,
જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
Official Websiteઅહીં ક્લિક કરો.
E Shram Self Registrationઅહીં ક્લિક કરો.

Ministry Of Labour And Employment દ્વારા દેશના તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારોનો ડેટાબેઝ તૈયાર કરવા માટે ઈ શ્રમિક પોર્ટલ બનાવવામાં આવે છે. આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા શ્રમિકોને વિવિધ સરકારી યોજનાઓ લાભ સરળતાથી આપી શકાય તે અત્યંત જરૂરી છે. જેને ધ્યાને લઈને ભારત સરકારના ઘણા બધા વિભાગો એક સાથે મળીને e Shramik Card માટે પોર્ટલને લોંચ કરવામાં Stakeholders તરીકે જોડાયેલ છે. જે નીચે મુજબ છે.

E Shram Portal ની વિશેષતાઓ
Ministry of Labour and Employment
Ministry of Electronics & Information Technology (MeitY)
State / UT Governments
National Informatics Centre (NIC)
Workers Facilitation Center and Field Operators
Line Ministries/Departments of Central Government
Workers Facilitation Center and Field Operators
Unorganized Workers & Their Families
ESIC & EPFO
UIDAI
NPCI
CSC-SPV
Private sector partners
Department of Posts Through Post Offices
E Sharam Card રજીસ્ટ્રેશન કરાવતા પહેલાં ધ્યાન રાખવું.
 • ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.
 • અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.
 • શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.
 • શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.
 • ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે.
 • e Shram Portal દ્વારા 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
 • CSC (Common Service Center ) દ્વારા  આ ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ આપશે.
 • શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે જોડવામાં આવશે.
 • આ પોર્ટલ દ્વારા શ્રમિકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેના પરિવારની માહિતી ભરવાની રહેશે.
 • આ પોર્ટલ દ્વારા રજીસ્ટેશન કરાવનાર શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.
 • ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમિકોને 12 આંકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્‍ય રહેશે.
 • E-Shram Portal પર નોંધાયેલ શ્રમિકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પૂરી મદદ કરવામાં આવશે.
 • e shram portal પર નોંધાયેલા ડેટાબેઝના આધારે સરકાર શ્રમિકોના હિતને ધ્યાને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.

ભારત સરકાર દ્વારા બહાર આવેલ શ્રમિક પોર્ટલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પોર્ટ શ્રમિકન ઉત્થાન માટે વિવિધ યોગદાન. ઇ શ્રમ પોર્ટલની નીચે મુજબ છે.

 • E Shram Card બનાવવાની કામગીરી 26 ઓગસ્ટ 2021 ના રોજ ભારત સરકારના Ministry Of Labour And Employment દ્વારા લોંચ કરવામાં આવેલ હતું.
 • આ કાર્ડ દેશના કોઈપણ રાજ્યના નાગરિક બનાવી શકે છે.
 • ઈ શ્રમ કાર્ડ દ્વારા શ્રમિકો વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.
 • અસંગઠિત ક્ષેત્ર તમામ કામદારો ઈ શ્રમ કાર્ડ બનાવી શકશે.
 • શ્રમિકોએ આ કાર્ડ બનાવવા માટે ઈ શ્રમ કાર્ડની ઓફિશીયલ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
 • દરેક શ્રમિકોને એક કાર્ડ આપવામાં આવશે. જેમાં યુનિક આઈડેટિફિકેશન નંબર હશે.
 • ઈ શ્રમિક કાર્ડ બનાવવાથી પીએમ સુરક્ષા વીમા યોજનાનો લાભ પણ મળવાપાત્ર થશે. જેના અંતર્ગત 2.00 લાખ સુધી દુર્ઘટના વીમો આપવામાં આવશે. જો આ કાર્ડ હશે તો વીમાનું પ્રીમિયમની રકમ સરકાર દ્વારા ભરવામાં આવશે.
E Shram Card ના લાભાર્થીઓની યાદી

ઇ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું Income Tax કપાતો ન હોય તેમજ શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેમને લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

 • ખેતશ્રમિક
 • કડીયાકામ, ઈંટો ગોઠવી
 • સુથાર, મિસ્ત્રી
 • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
 • આંગણવાડી કાર્યકર
 • વાયરમેન
 • વેલ્ડર
 • ઇલેક્ટ્રિશિયન
 • પ્લમ્બર
 • હમાલ
 • મોચી
 • દરજી
 • માળી
 • બીડી કામદારો
 • ફેરીયા
 • રસોઈયા
 • અગરિયા
 •  ક્લીનર- ડ્રાઇવર
 • ગૃહ ઉદ્યોગ
 •  લુહાર
 • વાળંદ
 • બ્યુટી પાર્લર વર્કર
 • આશા વર્કર
 • કુંભાર
 • કર્મકાંડ કરનાર
 • માછીમાર
 • કલરકામ
 • આગરીયા સફાઈ
 • કુલીઓ
 • માનદવેતન મેળવનાર
 • રિક્ષા ચાલક
 • પાથરણાવાળા
 • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
 • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
 • રત્ન કલાકારો
 • ઈંટો કામ કરનાર
 • રસોઈ કરનાર
 • જમીન વગરના