સમાન પ્રવેશ પરીક્ષા (Common Entrance Test)ના પરિણામ જાહેર

સમાન પ્રવેશ પરીક્ષા (Common Entrance Test)ના
પરિણામ


શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય દ્વારા વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તથા તેઓને
ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે હેતુસર જ્ઞાનશક્તિ રેસીડેન્શ્યલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ
રેસીડેન્સ્યલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ, સામાજિક ભાગીદારીથી ચાલુ કરવામાં આવનાર છે. આ
શાળાઓ તથા મોડેલ શાળાઓમાં ધો. 6માં પ્રવેશ મેળવવા માટે તેમજ માન. મુખ્યમંત્રીશ્રી
જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજના અંતર્ગત સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાએથી રાજ્ય પરીક્ષા બોર્ડ,
ગાંધીનગર દ્વારા કોમન પ્રવેશ પરીક્ષા (CET) નું આયોજન તા.27.04.23 ના રોજ કરવામાં
આવેલ હતું. આ કોમન પ્રવેશ પરીક્ષા માટે રાજ્યમાંથી બહોળો પ્રતિસાદ મળેલ હતો. કુલ
4,22,325 વિદ્યાર્થીઓએCET પરીક્ષા આપી હતી. આ પરિક્ષાનું પરિણામ આજે
તા.09.06.2023ના રોજ જાહેર કરવામાં આવે છે.

કોમન પ્રવેશ પરીક્ષા –2023 માં બેસનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા 4,22,325
આ કોમન પ્રવેશ પરીક્ષાની પ્રથમ મેરીટ યાદી જાહેર કરવામાં આવે છે.
આ પ્રથમ મેરીટ યાદીમાં કુલ 52,317 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે.
આ યાદીમાં 15,297 શાળાના 26,865 કન્યાઓ તેમજ 25,452 કુમારોનો સમાવેશ
થાય છે.

press note pdf download

આ પરિણામમાં કુલ 525 શાળાઓના 613 વિદ્યાર્થીઓ 90 % (108 ગુણ) કરતા વધુ
ગુણ મેળવેલ છે.
આ પરિણામમાં કુલ 3,312 શાળાઓના 5,108 વિદ્યાર્થીઓ 80 % (96 ગુણ) કરતા
વધુ ગુણ મેળવેલ છે.
→ આ પરિણામમાં કુલ 8,237 શાળાઓના 17,418 વિદ્યાર્થીઓ 70 % (84 ગુણ) કરતા
વધુ ગુણ મેળવેલ છે.
આ પરિણામમાં કુલ 14,308 શાળાઓના 42,035 વિદ્યાર્થીઓ 60 % (72 ગુણ) કરતા
વધુ ગુણ મેળવેલ છે.
આ પ્રથમ મેરીટ યાદીના વિદ્યાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના
ઠરાવો અને પ્રવર્તમાન નિયમો/જોગવાઇ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આગળની
આનુસંગિક કાર્યવાહી કરવામાં આવશે. મેરીટ યાદીમાં સમાવેશ થયેથી યોજનાનો
લાભ મળશે જ તેવો દાવો કરી શકાશે નહિ.
વિદ્યાર્થી www.sebexam.org website થી પોતાનું પરિણામ જોઇ શકશે તેમજ
પોતાની શાળા મારફત પણ પરિણામ જાણી શકશે.

પરિણામ જોવા : અહીં ક્લિક કરો.

પ્રથમ ફાઈનલ મેરિટ લિસ્ટ ડાઉનલોડ

ખાનગી શાળાનું મેરિટ લિસ્ટ ડાઉનલોડ :

ખાનગી શાળાનું મેરિટ લિસ્ટ ડાઉનલોડ (રક્ષાશક્તિ સ્કૂલ)

Leave a Comment