ગુજરાતી જોક્સ

શિક્ષક: મનિયા હું આશા રાખું છું કે તને ક્યારેય

પરીક્ષામાં ચોરી કરતા ન જોઉં.

મનિયો: હા, સાહેબ હું પણ ઇચ્છું છું કે તમે મને

ક્યારેય પરીક્ષામાં ચોરી કરતા ન પકડો!


પિન્કીં: મનિયા તમારો રેડિયો બગડી ગયો છે?

મનિયો: ના, કેમ?

પિન્કી : કારણ કે ક્યારેક તે ધીમો વાગે છે તો

ક્યારેક ખૂબ ઊંચા અવાજે.

મનિયો: જ્યારે મારા મમ્મી-પપ્પા ઝઘડો કરે ત્યારે

ઊંચા અવાજે વગાડે છે અને ઝઘડો ન કરતા

હોય ત્યારે ધીમા અવાજે વગાડે છે.


શિક્ષક : મનિયા બોલ ઘટના અને દુર્ઘટનામાં શું

ફરક છે?

મનિયો- જો સ્કૂલમાં આગ લાગે તો તેને ઘટના

કહેવાય અને જો તે આગમાં તમે જીવતા બચી

જાવ તો દુર્ઘટના.


ન્યાય-અન્યાય

એક દિવસ બુધિયાને તેના પપ્પા ઘરે ગણિતના

દાખલા શિખવાડી રહ્યા હતા. ‘બુધિયા, મારી

પાસે ૧૦ કેરી છે. તેમાંથી બે કેરી હું તને આપું

અને ચાર કેરી તારી નાની બહેન પિન્કીને

આપું તો મારી પાસે કેટલી કેરીઓ વધશે?’

આટલું સાંભળતા જ બુધિયો ઊભો થઈને

રડતાં રડતાં બોલ્યો કે, ‘પપ્પા, તમે કાયમ મને

દરેક વસ્તુ પિન્કી કરતાં ઓછી જ આપો છો. હું

હમણાં જ દાદાજીને તમારી ફરિયાદ કરું છું.’


સગપણ

પોપટલાલ : બેટા બુધિયા, તું કહેતો હતો કે

તમારા અને પાડોશી છગનલાલ વચ્ચે દૂરનો

સંબંધ છે, તે કઈ રીતે?

બુધિયો : એ રીતે કે તેમનો કૂતરો અને અમારો

કૂતરો સગા ભાઈ છે.


પતિ: પરમ દિવસે મારી પત્ની કૂવામાં પડી

ગઇ હતી.

બહુ ઇજા થઇ હતી. ભારે બૂમો પાડતી હતી.

ડોક્ટર: હવે કેવી તબિયત છે?

પતિ: સારી છે, કાલથી કૂવામાંથી અવાજ

આવ્યો નથી.


સોનુ અને મોનુ પરીક્ષા પર ચર્ચા કરી રહ્યા હતા.

જો પેપર અઘરું હોય તો, આંખ બંધ કરો,

ઊંડા શ્વાસ લઇ જોરથી કહો, આ વિષય

રસપ્રદ છે…

એટલે આવતા વર્ષે ફરીથી ભણીશું!


એક છોકરી બસસ્ટેન્ડ પર ઊભી હતી.

એક છોકરો બોલ્યો: ચાંદો તો રાત્રે નીકળે છે,

આજે દિવસમાં કઇ રીતે નીકળ્યો?

છોકરી: ઘુવડ તો રાત્રે બોલે છે,

આજે દિવસમાં કઇ રીતે બોલ્યું.


ડૉક્ટરે દર્દીની પત્નીને કહ્યુંઃ તમારા પતિને

આરામની ખૂબ જરૂર છે

આ લો ઊંઘની ગોળીઓ

પત્ની આ દવા ક્યારે આપવાની છે?

ડૉક્ટર: આ દવા તમારા પતિએ નહીં પણ તમારે

લેવાની છે.


ગર્લફ્રેન્ડ: સાંભળ યાર મારી સ્કિન બહું ઓઇલી

થઈ ગઈ છે. બોલને હું શું કરું?

બોયફ્રેન્ડઃ વિમ બાર લગાવ તે બધી ચિકાશ

કાઢી નાખશે.


મમ્મીઃ અરે ટપુ, આ દૂધ ક્યાંથી લાવ્યો હતો?

આ જો દૂધ ફાટી ગયું

ટપુઃ મમ્મી દૂધ ફાટી ગયું તો શું થઈ ગયું ?

લાવ હું તેને મોચી પાસેથી સંધાવી લાવું.


ભૂરા ને નોકરી માંથી કાઢી નાખ્યો

તો ભૂરો રોજ એના બોસના ઘરની આગળ

છી કરીને ચાલ્યો જાય

એક દિવસ બોસે એને પકડી લીધો અને

પૂછ્યુ, આ શું નાટક છે? 

ભૂરોઃ બતાવવા માંગુ છું કે

તારી નોકરી વગર હું કંઈ ભૂખ્યો નથી મરતો!!


ગામમાં જેલની દિવાલ ઉંચી કરાવી..

જેલરના મિત્ર એ જેલરને પૂછયું : કેમ?

કેદીઓ દિવાલ કૂદી ને ભાગી જાય છે? 

જેલર : ના ભાઈ ના..

આ તો ગામવાળા અંદર આવીને જમી જાય છે.


પતિ-પત્નીની રાત્રે ફરવા નીકળ્યાં, ત્યાં રસ્તામાં ચૂડેલ મળી ગઈ.

પતિ-પત્નીની ઉંમર 60 વર્ષ હતી.

ચૂડેલ: ચાલો આજે હું બહુ ખુશ છું. હું તમારા બંન્નેની એક-એક ઈચ્છા પૂરી કરીસ…

પત્ની: હું મારી સાથે મારા પતિને આખી દુનિયા ફેરવવા માંગુ છું….

ચૂડેલે ચપટી વગાડતાં તેના હાથમાં વલ્ડઁ ટુર ની બે ટિકેટ્સ આપી દીધી….

હવે પતિનો વારો:

પતિ: હું ઇચ્છું છું કે મને મારાથી 30 વર્ષ નાની પત્ની મળે.

ચૂડેલે ચપટી વગાડી અને પતિને 90 વર્ષનો બનાવી દીધો…..

પુરૂષે એટલું તો યાદ રાખવું જોઇએ ને કે, ચૂડેલ પણ આખરે તો સ્ત્રી જ છે‼️


(ટીચર એ ક્લાસ માં પૂછ્યું)

ટીચર:- કયું પક્ષી ઝડપથી ઉડે છે?

પપ્પુ:- જેને ઉતાવળ હોય એ…!!

પપ્પુ ના માથા માં છુટ્ટુ ડસ્ટર માર્યું


પતિ : સાંભળે છે?

પત્ની :હા, બોલ.

પતિ : મને ડૉક્ટરે 1 મહિનાનો આરામ કરવાનુ કહ્યુ છે અને એ પણ અહીં નહિ લંડન અને પેરિસમાં. તો હું ક્યાં જઈશ?

પત્ની : બીજા ડૉક્ટર પાસે.


પપ્પુ:- બોલતા બોલતા આપણા લગ્નના ત્રીસ વર્ષ પુરા થઈ ગયા નઈ…!

પતિની :- બોલતા બોલતા તારે થયાં છે… મારે તો સાંભળતા સાંભળતા થયાં છે…!!


પતિ : હવે તમે ઝગડો બંધ કરો…હું શાંતિ સાથે રહેવા માંગુ છુ.  

પત્ની : તમે  રહો શાંતિ સાથે…. હું રમણ સાથે રહેવા માંગુ છુ.


પત્ની – જુઓ છાપામાં દારૂ પીવાથી થતાં નુકશાનો લખ્યા છે અને તમે રાત-દિવસ નશામાં રહો છો.

પતિ – બસ, બહુ થયું, કાલથી બિલકુલ બંધ.

પત્ની – (ખુશ થઈને) સાચે જ, કાલથી દારૂ પીવાનુ બંધ કરી દેશો ?

પતિ – ના, કાલથી છાપુ બંધ.


પપ્પુ : ‘તારા જન્મદિવસે હીરાનો હાર ભેટ લાવ્યો છું.’

પત્ની : ‘તમે તો મને મોટરકાર લઈ દેવાના હતા ને ?’

પપ્પુ : ‘હા, પણ નકલી મોટરકાર મળી નહીં.’


પપ્પુ- (પત્નીને) મેં રાત્રે સપનુ જોયુ.

પત્ની – શું જોયુ? 

પપ્પુ – કે તુ પ્રેમ કરી રહી છે.

પત્ની – કોને ?

પપ્પુ – એ જ તો હુ ઓળખી ન શક્યો, રાત્રે હું ચશ્મા વગર જ સૂઈ ગયો હતો.


પપ્પુની પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરેઆવે છે.

બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.

 પપ્પુની પત્ની : પણ, ક્યારે ધમકાવું? જ્યારે હું ઘરે પહોંચું છું, ત્યારે તે સુતા હોય છે!!


પત્ની: તમે ૨ કલાક થી આપણું મેરેજ સર્ટીફીકેટ કેમ વાચી રહ્યા છો?

પપ્પુ :  હું તેમાં એક્સપાઇરી ડેટ શોધી રહ્યો છું


એક છોકરો એક છોકરી ને ખૂબ જ પ્રેમ કરતો હતો. 

એ છોકરાએ… છોકરી ને કહ્યું …

 “તું મને તારી કોઈ એવી નિશાની આપ કે જે હંમેશા મારી પાસે તારી યાદગીરી રૂપે રહે.”

છોકરી એ મજાક માં એની ‘સેન્ડલ ની સોલ’ ઉખાડીને આપી દીધી.

આ ભાઈ તે લઈ ને ગયા એની કોમ ના એક સોની પાસે અને કહ્યું કે… “મને આ સોલને એક સુંદર ચાંદીની ફ્રેમમાં મઢી આપો”

સોની એ કહ્યું… “ઠીક છે, કાલે લઈ જજે ભાઈ.”

બીજે દિવસે છોકરો ફ્રેમ લેવા પહોંચ્યો તો સોની એ પૂછ્યું …. “આ ક્યા સંત ના જોડા ની સોલ છે ભાઈ ?”

છોકરા એ નિર્દોષતા થી કહ્યું : “મારી પ્રેમિકા નાં જોડાની સોલ છે, કેમ વળી ?”

સોની તાડુક્યો : “નખ્ખોદીયા, વાંદરીના… કાલ થી લઈ ને હમણાં સુધી મારૂ આખ્ખુ કુટુંબ ના જાણે કેટલીય વાર એને માથે લગાડીને ચુમી-ચુમી ને ગાંડુ બન્યું છે અને હું તો વળી એને પાણી માં ધોઈને એનું પાણી યે પી ગયો છું. અમને એમ કે કોઈ મહાન સંત ની આ નિશાની છે એટલે ચાંદી માં મઢવા આપી છે.


જીગ્લો: તારૂં મોઢું કેમ સુઝેલુ છે..??

પપ્પુ: મારી પત્ની નાં હાથમાં

મારો મોબાઈલ હતો..

અને

નેહાનો મેસેજ આવ્યો..

મેલે બાબુને ખાના ખાયા..??” 

એટલે મારી પત્નીએ રિપ્લાઈ આપ્યો..

“નાં હવે ખાશે..!!”


પત્ની: હું ફૂલ થઈ જાઉં તો તમે શું કરો?

પતિ : ફૂલને મારા દિલ પાસે રાખું. 

પતિ : હું ફુલ થઈ જાઉં તો તું શું કરે ? 

પત્ની : ઢીબી નાખું.


શિક્ષક : આ  પક્ષીના પગ જોઈને તેનું નામ લખો. 

પપ્પુ : મને નથી ખબર….. 

શિક્ષક : તું નાપાસ. તારું નામ શું છે?  

પપ્પુ : મારા પગ જોઈને લખી લ્યો….


પપ્પુ લગ્નમાં જમવા ગયો.

ત્યાં પ્લેટમાં મુકેલ ટિસ્યુ પેપર જોઈને તેને થયું કે આ પણ કોઈ ખાવાની ચીજ છે. એ લઇને મોઢામાં મૂકવા જતો હતો.

 ત્યાં જ ઘરવાળીએ રાડ પાડી….ખાતા નહીં હાવ મોળું છે..!!


પત્ની : તમારે મારો આભાર માનવો જોઈએ કે તમને જોયા વગર જ તમારી સાથે લગ્ન કરી લીધા. 

પતિ : આભાર તો તારે મારો માનવો જોઈએ કે તને જોઇને પણ ના નપાડી.


પત્ની : મારા માટે તો દૂર દૂરથી માંગા આવતા બોલો. પતિ : નજીક રહેતા હોય  એ તો ઓળખતા જ હોય ને.


પત્ની : મારું લગ્ન કોઈ રાક્ષસ સાથે થઈ જાત તો પણ આટલી હેરાન ન થાત……. 

પતિ : ગાંડી, પણ  બ્લડ રિલેશનમાં સંબંધ ના થાય…


ગપ્પુડાની ધૂલાઈ થતી રહી ગઈ!!!!     

                         એકવાર ગપ્પૂડો શિક્ષકો સાથે ગાંધીનગરના પ્રવાસે જાય છે.(આખી બસમાં એની વાત સાંભળનારું કોઈ નહીં).   

       ત્યારે  બસમાં ટાઇમપાસ માટે ડ્રાઈવર પાસે બેસે છે. ગપ્પુડો ડ્રાઈવર આગળ મોટી મોટી બડાઈ મારે છે.

 ગપ્પુડો : ડ્રાઇવર તારે નાસ્તા માટે xxxની હોટલ પાસે ગાડી ઉભી રાખવી નહીં એ કોમ નોનવેજ વાપરનારી જાત (જેવા જાતીવિષયક અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને ટિપ્પણી કરી રહ્યો હતો.) ને અમે રહ્યા ધર્મવાળા અમને પાપ લાગે. ડ્રાઈવર  બધું સાંભળ્યે જતો હતો.   વાહનની સ્પીડની વધઘટ પરથી તેનો પિત્તો જતો હતો એવું લાગી રહ્યું હતું.  

  ડ્રાઈવર :ભાઈ તું શું બોલે છે તેનું તને ભાન છે? એ તો શિક્ષકોને લીધે તને જવા દઉં છું. તું જે કોમને ગાળો ભાંડે છે તે જ કોમનો હું છું! તેવામાં એક શિક્ષક આવીને ડ્રાઈવરને સમજાવે છે.અને ગપ્પુડાને પાછળની સીટ મોકલી આપે છે.

ડ્રાઈવર : (ગુસ્સામાં) આ માણસની માનસિકતા કેવી છે? જે અમારી કોમ વિશે જાતિવિષયક ગમે તેવી ટિપ્પણી કરે છે. 

શિક્ષક : ભાઈ,જવા દે ને. પીસ ડીફોલ્ટવાળો છે.  

 તેવામાં તરત 

ગપ્પુડાનો મિત્ર ભૂરિયો : આખેઆખી કંપની જ ડીફોલ્ટર છે!!!


ઢબ્બુડો : પપ્પુ,આજે કેમ પ્રાર્થના સંમેલન આટલું જલ્દી પૂરું કરી દીધું ?

પપ્પુ :  છે ને ,આજે સાહેબ સમયસર આવી ગયા ને એટલે !!!!!


શિક્ષક : ચાલ પપ્પુ, ‘ભદ્રમંભદ્ર’ નો અર્થ સમજાવ જો….  

પપ્પુ : હું અભદ્ર ભાષાનો ઉપયોગ કરું. મારી પત્ની ભદ્ર ભાષાનો ઉપયોગ કરે, અને મારા બાળકો ‘ભદ્રમંભદ્ર’ ભાષાનો ઉપયોગ કરે!!

શિક્ષક : શાબાશ, પપ્પુ તું પાસ!!


પપ્પુ : આ અરીસાની શું ગેરન્ટી છે? 

ઢબ્બુડો : તમે આ અરીસાને 30મા માળેથી નીચે ફેકો, આ અરીસો 29 માળ સુધી પણ તૂટશે નહીં.    

પપ્પુ : વાહ! સરસ. પેક કરી દો.


પપ્પુની પત્ની- (બહેનપણીને) : આજકાલ મારા પતિ ખૂબ મોડા ઘરે આવે છે.

બહેનપણી : તો તું તેને ધમકાવીને રાખ, એટલે સીધાં થઈ જશે.

 પપ્પુની પત્ની : પણ, ક્‌યારે ધમકાવું? જ્‌યારે હું ઘરે પહોંચું છું, ત્યારે તે સુતા હોય છે!!


કાલે શું થશે કોઈને ખબર નથી….

એટલે પોતાના ચેટ મેસેજ ડીલીટ કરીને સૂવું

નકામું પછી લોકો વાતું કરે

એવા લાગતા તો નોતા….


દેવલો: પપ્પુ મારે તમને એક વાત કહેવી છે.

પપ્પુ : બોલ શું કહેવુ છે?

દેવલો : પપ્પુ મારે ફેસબુકમાં 15 ફેક આઈડી છે.

પપ્પુ : તો હરામખોર મને શું કામ એ બધુ કહે છે?

દેવલો : તમે 10 દિવસથી જે દીપા ભાભીને કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરો છો પણ ફોન ઉપાડતાં નથી એ હું જ છુ.


પત્ની : તમારે મને ફરીથી પ્રપોઝ

કરવું હોય તો ક્યાં ગીત

ઉપર કરો ?

પતિ : ઈતની શક્તિ હમે

દેના દાતા…


જ્યારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે

અને દુર જતા રહે….

ફરી નજીક આવવાની કિશિશ કરે

અને પાછા દુર જતા રહે

તો સમજવું કે તમે…

હીંચકા પર બેઠા છો…


ઓનલાઈન ચેટીંગ વાળો પ્રેમ

રેલ્વેની વેઈટીંગ ટિકીટ

જેવો હોય છે.

છેલ્લે સુધી ખબર જ નથી પડતી

કન્‍ફર્મ થશે કે નઈ…


લગ્ન પહેલા પત્ની કહે

તમે “મારા”

લગ્ન પહેલા પતિ કહે

તું “મારી”

ભેગા થાય પછી થાય

“મારામારી”


પત્ની :- હેં આ કોરોનાની ચેઈન નહીં

તુટે તો શું થાશે ….??

મે કહ્યું તો આપડા લગ્નમાં બનાવેલ

હાર, કડલા, ચેઈન, બ્રેસલેટ, બંગડી

આમાંંથી કંઈક તોડવું પડશે!


પત્નીનું સર્જન કરતી વખતે ભગવાને કહ્યું –

‘સારી અને સમજદાર પત્ની દુનિયાના દરેક ખૂણે મળશે…’

અને પછી..

ભગવાને દુનિયાને ગોળ બનાવી દીધી…

હવે શોધ્યા કરો ખૂણો…


ગાડી ચલાવતી વખતે…

“સીટ બેલ્ટ”  અને 

સ્કુટર ચલાવતી વખતે…

” હેલ્મેટ” અવશ્ય પહેરો.

માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

RTO


અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ. 

ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણી માંથી રોડ જ ગાયબ. 


પતિ : અલી સાંભળે છે. આજે એવી ચા બનાવ કે રોમ-રોમ માં દિવા થાય. 

પત્ની : દુધ “નાખું કે કેરોસીન”


ચિન્ટુ : કયો ફોન જોઈએ છે બોલ હાલ લાવી દવ તને. 

ચીન્ટી : સફરજન માં એક બટકું ભરેલ હોય એવો. 

ચિન્ટુ : ગાંડી એવા એઠા ફોન ન લેવાય.


પત્ની : લગ્ન પછી તમે મને પ્રેમ જ નથી કરતા. 

પતિ : પાગલ પરીક્ષા પૂરી થઈ જાય પછી કોણ વાંચે…


બીડી ના બંધાણી નો એક્સરે જોઈ ડોક્ટરે કીધું. 

તમારા ફેફસા માં કાણું છે. 

બીડી નો બંધાણી : કાણું ફેફ્સા માં નથી એક્સરે માં બીડી અડી ગઈ છે…


પત્ની રોમાંટિક મુડમાં : તમે મને કેટલો પ્રેમ કરો છો? 

પતી : તુ કહે ને તો તારૂ એઠુ ઝેર પણ પી જાઉ.. 

પછી પતી ની શું હાલત થઈ હશે વિચારો.


પપ્પા : લે બેટા, આ ૨૦૦૦ રૂપિયા 

દીકરો : પપ્પા, કેમ આજે સામેથી ૨૦૦૦ રૂપિયા મને આપો છો? 

પપ્પા : આ તારી પહેલી સેલેરી છે. 

દીકરો : અરે પપ્પા, ભૂલી ગયા? હું ક્યાં કોઇ નોકરી કરું છું? 

પપ્પા : ના ના બેટા, તને નથી ખબર પણ તું બહુ સારી નોકરી કરે છે, જ્યારથી તે મોબાઇલમાં social media ડાઉનલોડ કર્યું છે ત્યારથી આખી રાત-રાત તું જાગે છે, અને એટલે અમારે વોચમેન નથી રાખવો પડ્યો, એટલે આ વોચમેનનો પગાર તને આપું છું બેટા.


દીકરો : મમ્મી, બોલ! તું મારી સાથે આમ ખોટું કેમ બોલી? 

મમ્મી : બેટા, હું ક્યાં ખોટું બોલી છું? 

દીકરો : મમ્મી, તે મને કહ્યું હતું કે નાની બહેન પરી છે, પણ મેં બાલ્કનીમાંથી તેને ફેંકી તો તે ઊડી નહીં, તે ક્યાં પરી છે? પરી હોય તો તે તરત ઊડવા મંડેને?


શિક્ષક : બેટા, સાચા મનથી કોઇ વસ્તુ માટે પ્રાર્થના કરો તો તે વસ્તુ ચોક્કસ મળે છે . 

પપ્પુ: રહેવા દો સર, જો પ્રાર્થના સફળ થતી તો તમે અહીં હોત જ નહીં, મારા સર તો બિલકુલ હોત જ નહીં.


એક ગાંડો ભેંસ ઉપર બેસીને જતો હતો.

એ જોઈને બીજો ગાંડો બોલ્યો : એલા તને પોલીસ પકડી જશે. 

પહેલો પાગલ : કેમ ? 

બીજો પાગલ : તેં હેલ્મેટ નથી પહેર્યું. 

પહેલો પાગલ : પહેલાં નીચે જો, આ ફોરવ્હીલર છે.


બોસ : મેં તને થોડી વાર પહેલાં ફોન કર્યો હતો, તારી પત્નીએ ફોન રિસીવ કર્યો હતો તેણે કહ્યું તું રસોઇ બનાવે છે, રસોઇ બનાવી લીધા પછી ફોન કેમ ન કર્યો? 

એમ્પ્લોયી : સર, મેં કર્યો હતો પણ તમારી પત્નીએ કૉલ રિસીવ કરીને કહ્યું કે તમે વાસણ ઉટકી રહ્યા છો, એટલે મેં કૉલ મૂકી દીધો હતો. 


છગન કેળું ખરીદવા ગયો, 

છગન : ભાઈ, એક કેળું લેવું હોય તો કેટલામાં મળશે? 

કેળાંવાળો : ૧૦ રૂપિયા.. 

છગન : અરે, ચાર રૂપિયામાં આપી દોને. 

કેળાંવાળો :  ના ભાઈ, ચાર રૂપિયામાં તો ખાલી કેળાની છાલ જ આવે. 

છગન : તો આ લો છ રૂપિયા. મને ફક્ત કેળું આપી દો અને છાલ તમારી પાસે રાખો.


જગાને રાતે ૧૨ વાગે એક છોકરીનો ફોન આવ્યો !!

જગો:- હેલ્લો કોણ?

છોકરી:- હમ તેરે બીન અબ રેહ નહી સકતે તેરે બીના કયા વજુદ મેરા

જગો:- (પાણી પાણી થઇ ને ) : કોણ છો તમે ?

છોકરી:- તુજસે જુદા ગર હો જાયેગે તો ખુદસે હી હો જાયેગે જુદા..!

જગો (ખુશીનો મારયો પાગલ થઇ ને):- તુ હાચેન મારી હારે લગન! કરીશ????

છોકરી:- આ ગીતને તમારી કોલરટયુન બનાવવા માટે ૫ દબાવો!

જગો અડઘી રાતે બેભાન થઇ ગયો!!!


પોલીસ :  અમે સાંભ્ળ્યું છે તમારા ઘરમાં વિસ્ફોટક સમગ્રી છે  તો અમારે તમારા ઘરની તપાસ કરવી છે. 

માલિક : છે તો ખરી પણ અત્યારે નહિ એ પીયર ગઈ છે. 

 ગીરના જંગલમાં ઍસટી બસને પંકચર…..

એક સિંહ…બસમાં ચડ્યો……

બધા મુસાફરના શ્વાસ થંભી ગયા,….

સિંહ બધાને જોતો જોતો છેક છેલ્લી સીટ પર બેઠેલા સરદારજી ને બોચીએથી પકડીને ઢ્સડી જવા લાગ્યો…

કંડકટરે આશ્ચર્ય્ થી પુછ્યુ:ઓઇ..આવું ….કેમ?

સિહે પાછળ વળી ને કહ્યું…

શેર….કૉ..ભી…કભી કભી પંજાબી ખાનેકા મન હોતા હૈ ભઈ…….


શાકભાજી વાળો ક્યાર નો ભીંડા માથે પાણી છાટતો તો …

ગરાક ઉભો ઉભો કંટાળી ગ્યો …

૧૦ મિનીટ પછી શાક વાળો બોલ્યો  , બોલો સાહેબ સુ આપુ??

ઘરાક:- ભીંડો ભાન મા આવી ગયો હોય તો ૧ કીલો આપી દે .


ડૉક્ટર દર્દીને : ક્યાં દુખે છે? 

દર્દી : ફી ઓછી કરો તો કહું નહીં તો જાતે જ ગોતો 

ડૉક્ટર : સારું, ડૉક્ટરે ચેક કરી દવા આપી. 

દર્દી : આ કયા દુખાવાની દવા આપી? 

ડૉક્ટર : ફી ડબલ આપો તો કહું , નહીં તો જાતે જ સમજી લો.


એક છોકરા ના મેરેજ નતા થતા, એટલે એણે પાચ કરોડ ની જીવન વિમા પોલિસિ લીધી.

જેથી એના મૃત્યુ પછી એની પત્ની ને પાંચ કરોડ રૂપયા મળે.

આ વાત બાયોડેટા મા લખતા જ ઠેકાણા ની લાઈન લાગી અને બીજે મહિને જ લગ્ન થઈ ગયા.

– LIC Agent 


ગણિતના શિક્ષક સ્ટાફ રુમ મા બેસીને ખાલી ડબા મા રોટલી ડૂબવીને ખાતા હતા….

તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા “અલ્યા ડબામા શાક  તો નથી ?”

ગણિત શિક્ષક બોલ્યા “અમે શાકને X ( એક્સ ) ધારેલ છે….”


હાથીનું બાઇક રસ્તામાં બગડતાં કીડીએ તેની સ્કૂટી પર લિફ્ટ આપી.

રસ્તામાં કીડીએ હાથીને કહ્યું: જરા નીચો નમીને બેસજે…

હાથી: કેમ?

કીડી: રસ્તામાં ક્યાક મારા પપ્પા જોઇ જશે તો, ખોટેખોટો લોચો થાય…


ટીચર- સમુદ્રની વચ્ચેવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો તૂ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?  

વિદ્યાર્થી – ચકલી બનીને. 

ટીચર- તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?  

વિદ્યાર્થી – સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો બાપ વાવશે? 


બા : આપણા દેશ માં ઋતુઓ કેટલી?

હું : ત્રણ, શીયાળો, ઉનાળો ને ચોમાસું.

બા : સૌથી વધુ ભણેલી ઋતુ કઈ?

હું : એવું કાંય ના હોય. ઋતુ ને ઇ પણ ભણેલી ?

બા : હોય હવે. ઊનાળો સૌથી વઘુ ભણેલ ઋતુ કેવાય.

હું : કેવી રીતે?

બા : સૌથી વધુ ડિગ્રી એની પાસે જ છે. 


અમુક તો એવા હોય ને કે ગાડી માગી ને લઈ જાય…;

એનોય વાંધો નહીં…

પેટ્રોલ નખાવે ન નખાવે એનો ય વાંધો નહીં…પણ…

સલાહ જરૂર આપતા જાય ગાડી હવે સર્વિસ માંગે છે….!!!


એક સુંદર યુવતી પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે પછી તેને યાદ આવે છે કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.

એટલામાં જ એક બાળકી તે યુવતી પાસે દોડીને આવે છે ને કહે છે ‘લે મમ્મી તારી પેન’

વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા ‘મમ્મી!’

આ સઁતુર સાબુની કમાલ નહોતી આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!


બ્રેકીંગ ન્યુઝ – બાહુબલી 2 1000 કરોડ ના કલબ મા સામેલ. 

ક્યાં ગયો પેલો સ્નેપચેટ નો CEO, જે કહેતો હતો ભારત ગરીબ દેશ છે. 

હવે એ ગધેડા ને કોણ સમજાવે કે ખાલી બાહુબલીને કોણે માર્યો એ જોવા માટે ભારતીયો એ 1000 કરોડ ખર્ચી નાખ્યા ..


સમય સમય ની વાત છે દોસ્ત

જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કેહતા હતા.

આજે એમના બૈરાઓ IPL માં નાચે છે.


ઉપવાસની નવી સ્ટાઇલ…. 

એક દિવસ આ બધી જ વસ્તુઓ વિના જીવવાનું :

મોબાઇલ ફોન, ફેસબુક, વીજળી, ઇન્ટરનેટ, બાઇક, વોટ્સએપ, ટીવી..

આ ઉપવાસ કરીને જુઓ

ભગવાન પણ જમીન પર આવીને કહેશે.

બસ ગાંડા રડાવીશ કે શું…


પતિ એ પત્ની પાસેથી રૂ 250 ઉછીના લીધા.

થોડા દિવસ પછી ફરીથી Rs.250 ઉછીના લીધા

પતિની બેગમાં થોડા રૂપિયા જોઈને  તેણે પતિ પાસેથી રૂપિયા પાછા માંગ્યા

પતિ એ જ્યરે પૂછ્યું કે કેટલા પાછા આપવાના થાય છે તો પત્ની એ કહ્યું Rs.4100.

ચમકી ઉઠેલા પતિ એ સમજાવવા વિનંતી કરી તો પત્નીએ નીચે પ્રમાણે હિસાબ આપ્યો.

1).      Rs.   2   5  0

2).      Rs.   2   5  0

Total  Rs.   4 10  0

પતિ હજી પણ શોધી રહ્યો છે કે પત્ની કઈ સ્કુલમાં આવું ગણિત શીખી છે? .

 થોડા દિવસ પછી

પતિ એ તેને ₹400 પાછા આપી પૂછ્યું કે હવે કેટલા આપવાના બાકી  રહ્યા ?.

પત્ની એ લખ્યું

₹ 4100

₹ 400

————

=₹    100

પતિ એ તરત ₹100 પાછા આપી રાહત નો શ્વાસ લીધો.

એ પછી બંને  સુખેથી જીવ્યા.

માત્ર ગણિત મરી પરવાર્યું.


બગીચામાં કપલ બેન્ચ પર બેઠું હતું.

પ્રેમિકા : તું ઘણો cool છે.

પ્રેમી : તું પણ ઘણી hot છે.

ત્યાં પાછળથી એક કાકા : હું તો કહું છું બેય લગન કરી લ્યો. તમારા બાળકો નવશેકા થશે.


પત્નીનો તાવ માપવા ડોક્ટરે મોમાં થરમોમીટર મૂક્યું અને  મો બંધ રાખવા કહ્યુ,

ઘડીવાર સુધી પત્નીને ખામોશ બઠેેલી જોઇ એટલે પેલા ભોળા ગામડિયા પતિએ ભાવુક થઇ ડોક્ટરને હળવેકથી પુછ્યુ,

 આ ડાંડલી કેટલાની આવે ?


ગટુ મંદિરે ગયો. 

ગટુ : હે ભગવાન, મને ફટાફટ સરકારી નોકરી અપાવી દો! 

ભગવાન (હસીને) : કેળાં, નાળિયેર, સફરજન કંઈ લાવ્યો નથી. ખાલી હાથે જ આવ્યો છે? 

ગટુ : ભગવાન, તમતમારે કર્મ કરો, ફળની ચિંતા છોડો!